ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે અલગ અલગ આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત (Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat) છે. આ યોજના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સસ્તા દરે ઘર બાંધવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી, લાભ, યોગ્યતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર ચર્ચા કરીશું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (Pandit Din Dayal Upadhyay Awas Yojana) એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવન ગુજારતા લોકો માટે શરૂ કરવામાં આવેલી એક આવાસ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ લોકોને પોતાનું ઘર બાંધવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
આ યોજના ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G) સાથે જોડાયેલી છે અને ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને ઘર બાંધવા માટે 1.20 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભ
- આર્થિક સહાય: આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1.20 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
- ગ્રામીણ વિકાસ: ગામડાંના લોકોને પોતાનું ઘર બનાવવામાં મદદ મળે છે જેથી તેઓ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે.
- મજબૂત ઘરની રચના: યોજના અંતર્ગત બનાવવામાં આવતા ઘરો ભૂકંપ અને અન્ય આપત્તિ સહન કરી શકે તેવા બનાવવામાં આવે છે.
- મહિલા સશક્તીકરણ: ઘરનું માલિકીપત્ર મહિલાના નામે જારી કરવામાં આવે છે જે મહિલા સશક્તિકરણ માટેનું ખુબજ જરૂરી પગલું છે.
- બેઝિક સુવિધાઓ: શૌચાલય, પાણીની જોગવાઈ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઘરની સાથે બનાવી આપવામાં આવે છે.
યોગ્યતા (Eligibility for Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat)
- રહેઠાણ: અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.
- આવક મર્યાદા: અરજદારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- ઘરની જરૂરિયાત: અરજદાર પાસે પોતાનું ઘર ન હોવું જોઈએ અથવા અરજદાર પાસે કાચું ઘર હોય તો તેને પાકું બનાવવા માટે પણ આ યોજનામાં સહાય આપવામાં આવે છે.
- સામાજિક શ્રેણી: SC, ST, OBC અને EWS (ઇકોનોમિકલી વીકર સેક્શન) વર્ગના લોકોને આ યોજનામાં પ્રાથમિકતા મળે છે.
- અન્ય યોજનાનો લાભ ન લીધો હોય: જો અરજદારે આ પહેલાં કોઈ આવાસ યોજનાનો લાભ લીધો હોય તો આ યોજનામાં અરજી કરી શકાતી નથી જેનું તમામ અરજદારોએ ધ્યાન રાખવું જોઈએ.
જરૂરી દસ્તાવેજો (Required Documents)
જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ તમે નીચે મુજબ જોઈ શકો છો.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- નિવાસ પ્રમાણપત્ર (Domicile Certificate)
- બેંક ખાતાની વિગતો
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જમીનના દસ્તાવેજો (જો જમીન હોય તો)
અરજી કેવી રીતે કરવી? (How to Apply for Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat)
આ યોજનામાં અરજી કરવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અરજી કરવાની રહેશે. અરજી કરવું ખુબજ સરળ છે જેથી ગુજરાતનો કોઈપણ સામાન્ય માણસ અરજી કરી શકે છે.
1. સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી:
- જો તમે અરજી કરવા માંગો છો તો સૌથી પહેલા ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ https://pmayg.nic.in/ ની મુલાકાત લો.
- આ વેબસાઈટ પર ગયા બાદ તમને “Apply Online” નો ઓપ્શન જોવા મળી જશે એના પર ક્લિક કરો.
- હવે તમારી બધી જરૂરી માહિતી દાખલ કરી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી પ્રક્રિયાના અંતમાં તમને સબમિટ બટન જોવા મળશે એ દબાવો અને અરજી નંબર નોંધી લો જે તમને ભવિષ્યમાં તમારી અરજીની સ્થિતિ શું છે તે જાણવામાં મદદરૂપ થશે.
2. ગ્રામ પંચાયત દ્વારા અરજી
- જો તમને ઓનલાઇન અરજી કરવામાં કોઈ સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો કે તો તમે તમારા ગામની ગ્રામ પંચાયત અથવા તાલુકા વિકાસ અધિકારી (BDO) ઑફિસમાં જઈને પણ અરજી કરી શકો છો.
- સરકારી કચેરીએ જઈ ફોર્મ લઈને ભરો અને દસ્તાવેજો સાથે સબમિટ કરો એટલે તમારી અરજી જમા થઇ જશે.
3. CSC (Common Service Center) દ્વારા અરજી
- તમારી નજીક કોમન સર્વિસ સેન્ટર હશે તેઓને આ યોજના સંબંધિત એક અલગ પ્લેટફોર્મ આપવામાં આવે છે જ્યાંથી તેઓ અરજી કરી શકે છે. તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને પણ અરજી કરી શકો છે.
યોજનાની ચૂકવણી પ્રક્રિયા:
જો તમારી અરજી સ્વીકારવામાં આવશે અને તમને સરકાર દ્વારા આ યોજનામાં લાભ આપવામાં આવશે તો તમને નીચે આપેલ પ્રક્રિયાના આધારે યોજનાનો લાભ આપવામાં આવશે.
- આ યોજનામાં સરકાર દ્વારા સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.
- ચૂકવણી ત્રણ હપ્તામાંમાં કરવામાં આવે છે:
- પ્રથમ હપ્તો: આ હપ્તો ફાઉન્ડેશન બાંધવા પર રૂપિયા 50,000 ની સહાય જમા કરવામાં આવે છે.
- બીજી હપ્તો: આ હપ્તો દિવાલો અને છત બાંધવા પર રૂપિયા 50,000 ની સહાય જમા કરવામાં આવે છે.
- ત્રીજી હપ્તો: આ હપ્તામાં ઘર પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000 રૂપિયાની સહાય જમા કરવામાં આવે છે.
અરજીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી?
જો તમે અરજી કરી દીધી છે પણ તમારી હજુ સુધી પાસ થઇ છે કે કેમ તેની માહિતી જાણવા માંગો છો તો તને નીચે આપેલ સ્ટેપ આધારે જાણી શકો છો
- સૌ પ્રથમ PMAYની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- અહીં તમને “Track Application Status” નામનો ઓપ્શન જોવા મળી જશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમારો અરજી નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- હવે અંતમાં, સબમિટ કરો એટલે તમારી અરજીની શું સ્થિતિ છે તે તમને જાણવા મળી જશે.
નિષ્કર્ષ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત એ ગરીબ અને નિમ્ન આવક ધરાવતા લોકો માટે એક સરસ તક છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને પોતાનું સ્વપ્નનું ઘર બનાવવા મદદ મળે છે. જો તમે યોગ્યતા પૂરી કરો છો, તો તમે પણ આ યોજનામાં અરજી કરી શકો છો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો):
1. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કેટલી આર્થિક સહાય મળે છે?
આ યોજનામાં લાભાર્થીઓને 1.20 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે.
2. શહેરી વિસ્તારોમાં આ યોજના લાગુ પડે છે?
ના, આ યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારો માટે છે. શહેરી વિસ્તારો માટે PMAY-Urban યોજના લાગુ છે.
3. અરજી કર્યા બાદ કેટલા દિવસમાં લાભ મળે?
અરજીની ચકાસણી થઈને 3-6 મહિનામાં લાભ મળી શકે છે.
4. શું આ યોજના માત્ર SC/ST લોકો માટે છે?
ના, આ યોજના બધા ગરીબ વર્ગના લોકો માટે છે, પરંતુ SC/ST/EWS વર્ગને પ્રાથમિકતા મળે છે.
5. યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
https://pmayg.nic.in/
જો તમને આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે તમારા નજીકના ગ્રામ પંચાયત અથવા BDO ઑફિસમાં સંપર્ક કરી શકો છો.