ECHS Recruitment 2025: ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર

ECHS Recruitment 2025: ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના દ્વારા નાના-મોટા અનેક પદો માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો કે પછી એક આદરણીય અને ઉજ્જવળ નોકરી મેળવવાનું સપનું જુઓ છો, તો આ તમારા માટે સોનાની સુગંધ જેવી તક છે. આ ભરતીમાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે, જે યુવાનોને રોજગારનો ઉમદા માર્ગ બતાવે છે. આ લેખમાં ભરતીની બધી જરૂરી વાતો સરળ રીતે સમજાવી છે. તમને અહીં મહત્વની તારીખો, જગ્યાઓનો આંકડો, શિક્ષણની લાયકાત, મહિનાનો પગાર, અરજીની ફી, પસંદગીની રીત અને અરજી કરવાનો સહેલો રસ્તો મળશે. કૃપા કરીને આ લેખને પહેલેથી છેલ્લે સુધી ધીરજથી વાંચજો, જેથી બધું સરળતાથી સમજાય.

ECHS Recruitment 2025 | ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના ભરતી

સંસ્થા/વિભાગનું નામભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ28 એપ્રિલ 2025

અગત્યની તારીખો:

ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના ભરતી ની જાહેરાત 31 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પદોના નામ:

ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના દ્વારા મેડિકલ ઓફિસર,ડેન્ટલ ઓફિસર,ડેન્ટલ હાયજીનિસ્ટ,ફિઝિયોથેરાપિસ્ટ,લેબ આસિસ્ટન્ટ,નર્સિંગ આસિસ્ટન્ટ,ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના ની ભરતીમાં પદો પ્રમાણે ઉમેદવાર ને ₹28,100/- થી ₹75,000/- પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા:

ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત:

ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • MBBS
  • BDS
  • ડિપ્લોમા (ડેન્ટલ હાયજીનિસ્ટ) – સશસ્ત્ર દળોનો કોર્સ
  • ડિપ્લોમા/વર્ગ-1 ફિઝિયોથેરાપી કોર્સ (સશસ્ત્ર દળો)
  • DMIT/લેબ ટેકનિશિયન ડિપ્લોમા (સશસ્ત્ર દળો)
  • GNB ડિપ્લોમા/નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સ (સશસ્ત્ર દળો)
  • સ્નાતક અથવા સશસ્ત્ર દળોનો વર્ગ-1 ક્લાર્ક કેટેગરી કોર્સ

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, ભૂતપૂર્વ સૈનિક અંશદાન સ્વાસ્થ્ય યોજના દ્વારા કુલ 10 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
  • ECHS સેલ, સ્ટેશન હેડક્વાર્ટર્સ, કેમ્પ હનુમાન, શાહીબાગ, અમદાવાદ-380004

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
mahitionline.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment